!! ડોક્ટરની સારવાર !! = “શ્રીપતિ”

Image

!! ડોક્ટરની સારવાર (કન્યાદાન)  !!

= “શ્રીપતિ

 

 “ટ્રીન….ટ્રીન….ટ્રીન…..” ફોનની ઘંટડી રણકી.

“હેલ્લો…….”

“હેલ્લો સર હુ હોસ્પિટલમાંથી મિત્તલ બોલું છું.”

“ હા બોલો સિસ્ટર શું વાત છે….?”

“ સર એક ઇમરજન્સી કેસ છે….., પેશન્ટે ઝેરી દવા પી લીધી છે.”

“તમે તેને ટ્રીટમેન્ટમાં લેવાની તૈયારી કરો, હુ હમણા જ પહોચું છું.”

“ઓ.કે. સર.”

               રાતના સાડા અગિયાર વાગ્યા હતા. અમદાવાદની એક હોસ્પિટલમાં ડૉ.મહેતા હજી અગિયાર વાગે જ હોસ્પિટલથી થાક્યા પાક્યા ઘરે આવ્યા હતા. બસ જમીને સુવાનો વિચાર કરતા હતા અને ટેલીફોન રણક્યો. ફોન તેમની હોસ્પીટલમાંથી જ હતો. સામે છેડે તેમની નર્સ મિત્તલ વાત કરતી હતી. અર્જન્ટ કેસ હોવાથી ડૉ.મહેતાને તાત્કાલિક  હોસ્પિટલ જવા માટે નીકળવું પડ્યું. આમ પણ ૧૦૦, ૧૦૧, ૧૦૨ અને ૧૦૮ વાળાને સમયનું કંઈ નક્કી નહી ગમે ત્યારે દોડવું પડે.

               ડૉ.મહેતા હોસ્પિટલ પહોંચ્યા. પેશન્ટ તેવીસ વરસનો યુવાન હતો. તેની સાથે તેના માતા-પિતાં પણ હતા. ડૉ.મહેતાએ પેશન્ટને સારવારમાં લીધો. તેણે પીધેલું ઝેર હોજરીમાં વ્યાપી ગયું હતું. ઓપરેશન કરીને ચેકો મુકીને ઝેર બહાર કાઢવું પડે તેમ હતું. ડૉ.મહેતાએ યુંવાનના માતા-પિતાની કેટલીક સહીઓ લીધી અને ઓપરેશન શરુ કર્યું. ઓપરેશન થીયેટરની બહાર યુવાનના માતા-પિતાં રડતે મુખે પોતાના એકના એક દીકરાને બચાવી લેવા ભગવાનને પ્રાર્થના કરી રહ્યા હતા.

               બે કલાક બાદ ઓપરેશન પૂરું થયું. ડોક્ટર બહાર આવ્યા. યુવાનના માતા-પિતાં ડોક્ટરને મળવા દોડી ગયા. ડોક્ટરે તેમને આશ્વાસન આપતા કહ્યું, “ચિંતા કરવાની જરૂર નથી, તમારા દીકરાને હવે કોઈ જોખમ નથી. એકાદ કલાકમાં તેને ભાન આવી જશે. પછી તમે તેને મળી શકશો.” ડૉ.મહેતાએ નર્સ મિત્તલને બોલાવી કેટલીક સૂચનાઓ આપી અને પોતાના ઘરે જવા નીકળી ગયા.

               ડોક્ટરના ગયા પછી તે યુવાનની માતા યુવાનના પિતાં સાથે ઝઘડવા લાગી, “તમે જ મારા દીકરાના જીવના દુશ્મન બની બેઠા છો. તમારી જિદ્દને કરને મારે મારો દીકરો ગુમાવવાનો વારો આવશે.” રાતનો એક વાગ્યો હતો. તે બંનેના ઝઘડાથી હોસ્પિટલના બીજા દર્દીઓ ડિસ્ટર્બ થતા હતા. એટલે નર્સે આવીને તે બંનેને શાંત રહેવા કહ્યું. બંને શાંત થયા અને પોતાના દીકરાની ભાનમાં આવવાની રાહ જોવા લાગ્યા.

               બે કલાક જેટલો સમય પસાર થયો. યુવાનનું શરીર હવે સળવળવા લાગ્યું. તે ધીમે ધીમે ભાનમાં આવી રહ્યો હતો. પણ ભાનમાં આવતા જ પોતાની નજર સામે પોતાના પિતાને જોતા તેણે તોફાન કરવાનું શરુ કરી દીધું. “મારે નથી જીવવું….., મને મારી જવા દો…., હુ તેના વગર નહી જીવી શકુ….., હુ નિકીતા વગર નહી જીવી શકુ….” તેમ બુમો પાડીને ધામ પછડા કરવા લાગ્યો. આ ધમાલમાં તેના તાજા ઓપરેશનના બે –ત્રણ ટાંકા પણ તૂટી ગયા અને લોહી વહેવા લાગ્યું. નર્સે આવીને તે યુવાનના માતા-પિતાને તેના રૂમમાંથી બહાર મોકલ્યા અને ફરી ડૉ.મહેતાને ફોન કરીને બધી હકીકત જણાવી. હજી તો માંડ ઊંઘના પહેલા પહોરમાં પહોચેલા ડૉ.મહેતાને ફરી મારતી ગાડીએ હોસ્પિટલ પાછા આવવું પડ્યું. ડોક્ટર આવ્યા ત્યારે પણ તે યુવાનનો બબડાટ અને તોફાન હજી ચાલુ જ હતું. તે યુવાનના મોઢે નિકીતાનું નામ સંભાળીને ડૉ.મહેતા ચમક્યા ! ખબર નહી આ નિકીતા નામ સાથે ડૉ.મહેતાને શી નિસ્બત હતી. તેમણે તે યુવાનને ઘેનનું ઇન્જેક્શન આપીને શાંત કર્યો અને તેના તૂટેલા ટાંકા ફરી વ્યવસ્થિત કર્યા. બાદમાં નર્સે બધી જ હકીકત ડૉ.મહેતાને કહી સંભળાવી. વરસોના અનુભવી ડૉ. મહેતાને સમજવામાં વાર ના લાગી કે આ પ્રેમ પ્રકરણનો મામલો હતો. તેમણે યુવાનના માતા-પિતાને પોતાની કેબીનમાં બોલાવ્યા અને સઘળી હકીકત પૂછી. યુવાનની માતાએ યુવાનના પિતાં તરફ એક નજર નાખી અને પછી ડૉ.મહેતા સામે જોઈને વાત શરુ કરી.

          “ડોક્ટર સાહેબ મારો દીકરો નિખીલ ગુજરાત કોલેજમાં એમ.એસ.સી.ના બીજા વરસમાં અભ્યાસ કરે છે. ત્યા તેની સાથે જ અભ્યાસ કરતી અમારા સમાજની જ એક નિકીતા નામની છોકરી સાથે તેનું મન મળી ગયું છે. એક દિવસ નિખીલે ઘરે અમને તે નીકીતાનો ફોટો બતાવ્યો અને તેની સાથે પોતાની સગાઈ કરવાની વિનંતી કરી. મને કોઈ વાંધો હતો, પણ તેના પિતાને આ વાત ન ગમી. તેમણે નિખીલને ધમકાવ્યો અને ફરી ક્યારેય એ છોકરીનું નામ ન લેવા કહ્યું. પણ નિખીલે નિકીતાને મળવાનું ચાલુ રાખ્યું. એકવાર તેના પિતાં તેની કોલેજ પાસેથી નીકળ્યા ત્યારે ગુજરાત દાળવડા પર નિખીલને નિકીતા અને તેના મિત્રો સાથે નાસ્તો કરતા જોઈ લીધા. તેમણે ત્યા જઈને નિકીતાને ધમકાવી અને નિખીલને પણ બધાની વચ્ચે જ લાફો માર્યો અને ઘરે લઇ આવ્યા. નિખીલને તેના પિતાએ તેના દોસ્તોની હાજરીમાં લાફો માર્યો તે વાતનું બહુ જ ખોટું લાગ્યું. ઘરે આવીને પણ તે બે જણ વચ્ચે ઝઘડો ચાલુ જ રહ્યો. નિખીલ રીસાઈ ગયો. એ આખો દિવસ તે કોઈનાથી કશું જ બોલ્યો નહી અને રાતે પણ જમ્યા વગર જ સુઈ ગયો. રાતે અગિયાર વાગે અચાનક કંઇક અવાજ થતા મારી આંખ ઉઘડી. મે જોયું તો નિખીલ તેની પથારીમાં ન હતો. મને ફળ પડી. મે ઘરમાં જોયું તો રસોડાની લાઈટ ચાલુ હતી. હુ દોડીને ઘરમાં ગઈ. જઈને જોયું તો નિખીલ રસોડામાં લાંબો થઈને પડ્યો હતો. તેના મોંમાંથી ફીણ નીકળી રહ્યું હતું. તેની બાજુમાં જ ઉંદર મારવાની દવાની બોટલ પડી હતી. તેણે દવા પી લીધી હતી. અમે તેને અહી તમારી પાસે લઇ આવ્યા. પછી તો તમે બધું જાણો જ છો સાહેબ.” કહેતા નિખીલના મમ્મી રડી પડ્યા.

               ડોક્ટર મહેતા એ નિખીલના પિતાં તરફ નજર કરી અને બોલ્યા, “આ રીતે તો તમે તમારા દીકરાનો જીવ ગુમાવી બેસશો. સંતાનની ખુશીથી વધારે મા-બાપને બીજું શું જોઈએ.” નિખીલના પિતાએ કહ્યું, “ડોક્ટર સાહેબ મને મારી ભૂલ સમજાય છે. તમે ગમે તે કરીને અમારા નિખીલને બચાવી લો. પાછી હુ તેને જે ગમશે તેમ જ કરીશ.” ડોક્ટરે તે બંનેને હિંમત આપી. ત્યાંથી નીકળી ડૉ.મહેતા નિખીલના રૂમમાં આવ્યા. તે થોડીવાર બેભાન નિખીલ સામે જોઈ રહ્યા અને પછી મનમાં જરાક હસ્યા. તેમના એ આનંદ પાછળનું કારણ કોઈને સમજાયું નહી. ખબર નહી તેમણે મનમાં શું વિચાર કર્યો.

               બીજા દિવસે સવારે નિખીલ ભાનમાં આવવા લાગ્યો. ડૉ.મહેતાએ તેના મા-બાપને રૂમની બહાર મોકલી દીધા. નિખીલ સંપૂર્ણ ભાનમાં આવ્યો કે તરત જ પહેલાની જેમ તોફાન કરવા લાગ્યો. એ જ ગુસ્સો અને એ જ રાડો, “મને મારી જવા દો…., હુ તેના વગર નહી જીવું….,” ત્યા જ ડૉ.મહેતા નિખિલની પાસે ગયા અને કહેવા લાગ્યા, “કોની વગર નહી જીવાય ? નિકીતા વગર ?” એક અજાણ્યા ડોક્ટરના મોઢે પોતાની નીકીતાનું નામ સંભાળીને નીખીલને નવાઈ લાગી. તે આશ્ચર્યથી ડૉ.મહેતા તરફ જોવા લાગ્યો. ડૉ.મહેતાએ હળવું સ્મિત આપ્યું અને કહ્યું, “નિકીતા વગર ના જીવી શકાય પણ નિકીતાની સાથે તો જીવી શકાયને ! તને તારી નિકીતા મેળવી આપું તો !” ડોક્ટરની વાતોથી નિખીલ શાંત થયો. ડૉ.મહેતા તેને પોતાના સ્નેહીજન જેવા લાગવા લાગ્યા. ડૉ.મહેતાએ નિખીલને આશ્વાસન આપ્યું અને આરામ કરવા કહ્યું.

                ડોક્ટર મહેતાએ મનમાં ઊંડો વિચાર કર્યો અને પછી નિખીલના રૂમમાંથી બહાર આવીને તેના માતા-પિતાને મળ્યા. “તમારો નિખીલ શરીરે એકદમ સ્વસ્થ છે. પણ તેને માનસિક આઘાતમાંથી બહાર લાવવા માટે અને તેના ગુસ્સાને શાંત કરવા માટે આપણે એક મનોવિશ્લેષક ડોક્ટરને થોડા દિવસ અહી બોલાવવા પડશે. અને જ્યાં સુધી નિખીલ એકદમ ઠીક ન થાય ત્યા સુધી તમે લોકો તેની સામે નહી આવો. “ આ સાંભળી નિખિલની મમ્મી તો રડવા લાગ્યા. ડોક્ટરે તેમને શાંત કર્યા અને ધીરજ રાખવા કહ્યું.

                  બીજા દિવસથી ડૉ.મહેતાના દવાખાને એક મહિલા મનોવિશ્લેષક ડૉ.અનિતા ત્રિવેદી નિખિલની સારવાર માટે આવવા લાગ્યા. તે જયારે આવતા ત્યારે હોસ્પિટલના લોકો તેમને જોતા જ રહી જતા. તમની સાડા પાંચ હાથની કયા અને અડતા જ મેળો થાય તેવો શ્વેત રંગ હતો. લાઈટ બ્લૂ કલરની સાડી અને તેની ઉપર ડોક્ટર પહેરે છે તેવો સફેદ શર્ટ પહેર્યો હતો. હાથમાં સ્ટેથોસ્કોપ, આંખો પર કાળા ગોગલ્સ, અને ચહેરા પર ડોક્ટર બાંધે છે તેવું માસ્ક બાંધેલું હતું. તેમનો ચહેરો તો દેખાતો ન હતો, છતાં તેમનું રૂપ છાનું રહેતું ન હતું. તે રાજધાની એક્સપ્રેસની ઝડપે પોતાની ગાડીમાંથી ઉતરી સીધા જ નિખીલના રૂમમાં જતા. તે આવતા એટલે ડૉ.મહેતા બાકીના બધા લોકોને નિખીલના રૂમમાંથી બહાર મોકલી દેતા. ડૉ.અનિતા ત્રિવેદી એકલા જ નિખીલને મળતા. ડૉ.અનિતાની સારવાર રંગ લાવટી ગઈ. ગુસ્સામાં રાતા-પીળા રહેતા નિખીલનો ચહેરો ખુશીથી ખીલવા લાગ્યો. સારવાર પૂરી કરીને ડૉ.અનિતા જે ગતિથી આવતા  હતા તે જ ગતિથી પાછા ચાલ્યા જતા. નિખિલનું વર્તન બદલાવા લાગ્યું. પોતાના માતા-પિતાથી નારાજ નીખિલ સામેથી હસતા મોએ પોતાના માં-બાપને મળ્યો. તેમની ખુશીનો પણ પાર ના રહ્યો. આ સારવાર આ જ રીતે એક અઠવાડિયા સુધી ચાલી. નિખીલ ખુશ ખુશ રહેવા લાગ્યો.

                આખરે નિખીલને હોસ્પીટલમાંથી રજા આપવાનો દિવસ આવ્યો. ડૉ.મહેતાએ નિખીલના માતા-પિતાને કેબીનમાં બોલાવ્યા. નિખીલના માતા-પિતાએ ડૉ.મહેતાનો આભાર માન્યો. ડૉ.મહેતાએ કહ્યું, “આભાર મારો નહી ડૉ.અનિતાનો માનો તેમણે જ તમારા નિખીલને સાજો કર્યો છે.” નિખીલના પિતાએ કહ્યું, “તમારી વાત સાચી છે ડોક્ટર સાહેબ. અમારે તેમનો પણ આભાર માનવાનો છે અને તેમની ફી પણ આપવાની છે.” ડૉ.મહેતાએ કહ્યું, “તો લો તમે જાતે જ ડૉ.અનિતાને ફી પણ આપી ડૉ અને તેનો આભાર પણ માની લો” તેમ કહી ડૉ.મહેતાએ બેલ માર્યો અને ડૉ.અનિતા કેબીનમાં આવ્યા. પણ આ શું ! રોજ રાજધાની એક્સપ્રેસની ઝડપે આવતા ડૉ.અનિતાની ચાલ આજે સાવ બદલાઈ જ ગઈ હતી. તે કેબીનમાં આવ્યા. આજે તમને ચેહેરા પર ન હતુ માસ્ક કે ન હતા કાળા ગોગલ્સ. તેમને જોતા જ નિખીલના પિતાં ચમકી ગયા, “નિકીતા…” હા તે ડૉ.અનિતા બીજું કોઈ નહી પણ નિખિલની નિકીતા જ હતી. નિખીલના પિતાની નવાઈનો પર ના રહ્યો. તેમણે પ્રશ્નભરી નજરે ડૉ.મહેતા સામે જોયું. ડૉ.મહેતાએ સ્મિત સાથે કહ્યું, “હા નિકીતા. અને આ નિકીતા જ તમારા નિખિલની ડોક્ટર છે અને દવા પણ. તેને તમારે ઘરે લઇ જાઓ. તમારો નિખીલને આમ જ હમેશા ખુશ રાખશે. અને તેની ફી છે તેનો અને નિખીલનો જીવનભરનો સાથ.”

                નિખીલના પિતાં આખી વાત સમજી ગયા. પોતાના દીકરાને સાજો કરવા અને તેની ખુશ માટે  ડૉ.મહેતાએ જ આ આખુ આયોજન કર્યું હતું. નિખીલના પિતાએ ડૉ.મહેતાનો આભાર માન્યો અને નિકીતાને પોતાના ગળે લગાડી પોતાની ભૂલ બદલ માફી માગી. ત્યાં જ વળી એક નવાઈભરી ઘટના બની. નિકીતા ડૉ.મહેતાના ગળે વળગી પડી અને કહેવા લાગી, “થેન્ક્યુ પપ્પા.” આ સંભાળીને નિખીલના માતા-પિતાની નવાઈનો પાર ના રહ્યો. ‘નિકીતાએ ડૉ.મહેતાને પપ્પા કેમ કહ્યા !’ તેમણે પ્રશ્ભારી નજરે ડૉ.મહેતા સામે જોયું.

                ડૉ.મહેતાએ સ્મિત સાથે કહ્યું, “હા નિકીતા મારી જ દીકરી છે. તેણે થોડા દિવસ પહેલા જ મને નિખીલ વિશે વાત કરી હતી. તે મને નિખીલ સાથે મળાવવાની હતી, પણ હોસ્પિટલની દોડધામમાં મને સમય જ ન મળ્યો. કદાચ નિખીલ સાથે મારી મુલાકાત અહી જ લખાઈ હતી.  જે દિવસે મે નિખીલના મોઢે નીકીતાનું નામ સાંભળ્યું ત્યારે મને નવાઈ લાગી. પાછળથી જયારે તમારી સાથે વાત થઇ ત્યારે મને સમજાયું કે નિકીતા મને જે નિખીલ જોડે મળાવવાની હતી તે આ જ નિખીલ છે. મને ખુબ આનંદ થયો કે મારી દીકરીને આટલો પ્રેમ કરનાર જીવનસાથી મળશે. મે ઘરે જઈને નિકીતાને આખી હકીકત સમજાવી અને અમે આ આખું આયોજન કર્યું.

               નિખીલના પિતા ડૉ.મહેતા આગળ ઢીલા પડી ગયા , “ડોક્ટર સાહેબ મે તમારી દીકરી પર હાથ ઉપાડ્યો છતાં પણ તમે મન મોટું રાખીને મારા દીકરાની ખુશીનો જ વિચાર કર્યો. જયારે હુ નિખીલનો બાપ થઈને પણ તેને સમજી ન શક્યો.” તેમણે નિકીતાને કહ્યું, નિકીતા બેટા, મને માફ કરી દે.” પછી નીકીતાના પિતા અને નિખીલના પિતા એકબીજાને ભેટી પડ્યા. આખી હોસ્પિટલમાં નવાઈ સાથે આનંદ છવાઈ ગયો. થોડા દિવસ પછી જ નિકીતા અને નિખિલની ધામ-ધુમથી સગાઈ થઇ અને લગ્ન પણ. નિખિલનું જીવન ખુશીઓથી ભરાઈ ગયું.

 

=”શ્રીપતિ”

= વિષ્ણુ દેસાઈ.

 

                        

1 thought on “!! ડોક્ટરની સારવાર !! = “શ્રીપતિ”

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s